English | हिन्दी | मराठी
 
 

લેખક વિશે

 

  • ડો. સંજય પંડયા એ તેમની એમ. ડી. મેડીસીનની ડિગ્રી ૧૯૮૬ માં શ્રી એમ. પી.શાહ મેડીકલ કોલેજ, જામનગર થી મેળવી.

  • ત્યારબાદ ડો. પંડયા એ તેમની કિડની વિષયની સુપરસ્પેશ્યાલીટી ડિગ્રી ૧૯૮૯ માં ડો. એચ. એલ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે મેળવી ડો. પંડયા આ ડિગ્રી મેળવનાર ગુજરાત ના બીજા તબીબ છે.


  • ડો. પંડયા છેલ્લા ૨૦ વર્ષથી રાજકોટમાં કિડની નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ તરીકે તેમની સેવા આપે છે.

  • સૌરાષ્ટ્ર કચ્છમાં કિડનીના દર્દીઓની સારવાર અને ડાયાલિસિસની સુવિધા શરૂ કરવાનો શ્રેય તેમને ફાળે જાય છે. આ ઉપરાંત કિડનીના રોગોને અટકાવવાના ઉપાયો અને સારવાર વિશે મેડીકલ કોલેજ, જુદા જુદા શહેરોના ડોકટરો, કોલેજના વિદ્યાર્થિઓ અને સામાજિક સંસ્થાઓમાં ઘણાં પ્રવચનો આપી આ વિષયની જાગૃતિ માટે પ્રયત્ન કરેલ છે.

  • ડો. પંડયાએ '' પ્રેક્ટીકલ ગાઈડ લાઇન્સ ઓન ફલ્યુડ થેરેપી '' નામનું પુસ્તક ડોકટરો માટે લખેલ છે. આ વિષય પરનું ભારતનું આ સૌ પ્રથમ હોવાથી, તે દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. પહેલા ૭ વર્ષ માં ૩૦.૦૦૦ જેટલી પૂર્તિ ના વેચાણ દ્વારા આ પુસ્તક દેશના વિવિધ ભાગના ડોકટરોને ઉપયોગી બનેલ છે.

  • આ વિષય પર ડો. પંડયા એ ભારતની ઘણી જુદી જુદી પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજમાં પ્રવચનો આપેલ છે અને તે માટે ખૂબ જ પ્રશંસા મેળવેલ છે.

  • '' તમારી કિડની બચાવો '' અને ''સુરક્ષા કિડની કી'' તે ગુજરાતી અને હિન્દી ભાષાના કિડની પરના સૌ પ્રથમ પુસ્તકો છે.

- ડો. સંજય પંડયા