|
|
| English | हिन्दी | मराठी |
 |
વિભાગ - ૧ કિડની વિશે પ્રાથમિક માહિતી
વિભાગ - ૨ કિડની ના મુખ્ય રોગો અને સારવાર
|
| |
 |
|
|
તમારા સવાલો
-
કિડની શરીરમાં ક્યાં અને કેવી હોય છે ?
સ્ત્રી હોય કે પુરુષ બધાના શરીરમાં સામાન્ય રીતે બે કિડની આવેલી હોય છે. જે પેટના ઉપરના અને પાછળના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુએ ( પીઠના ભાગમાં ) હોય છે. કિડનીનો આકાર કાજુ જેવો છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૨ પાના નં. - ૪)
-
શરીરમાં કિડની શા માંટે જરૂરી છે ?
શરીરમાં કિડની લોહીના શુધ્ધીકરણ અને પ્રવાહી, ક્ષાર તથા લોહીના દબાણના નિયમન
માટે જરૂરી છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૨ પાના નં. - ૫)
-
કિડની ના રોગના મુખ્ય ચિહનો કયા કયા છે ?
કિડનીના જુદા જુદા રોગોના અલગ અલગ ચિહનો હોય છે. જેમાંનાં અગત્યનાં ચિહનો
આંખ પર સવારે સોજા આવે, ભૂખ ઓછી લાગે,ઊલટી-ઊબકા થાય, નાની ઉંમરે લોહીનું ઊચું દબાણ હોય, નબળાઈ આવે,
પેશાબ ઓછો આવે, પેશાબમાં બળતરા થાય, પેશાબ ઉતારવામાં તકલીફ થાય વગેરે છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૩ પાના નં. - ૧૦)
-
કયા સંજોગોમાં લોહીનું દબાણ કિડનીને કારણે હોવાની શક્યતા રહે છે ?
જો હાઈ બી .પી . નું નિદાન નાની ઉંમરે થાય, નિદાન વખતે બી.પી. ખૂબ વધારે હોય, દવા છતાં બી.પી. કાબુમાં રહેતું ના હોય કે દર્દી ને સોજા હોય તો લોહીનું ઊચું દબાણ કિડની ને કારણે હોવાની શક્યતા રહે છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૧૮ પાના નં. - ૧૦૬)
-
કિડની ફેલ્યર થવાની શક્યતા ક્યારે વધારે રહે છે ?
જે વ્યક્તિમાં ડાયાબીટીસની બીમારી હોય, લોહીનું દબાણ ઊચું રહેતું હોય,
કુટુંબમાં વારસાગત કિડનીના રોગ હોય.લાંબા સમય માટે દુ:ખાવાની દવા લીધી હોય કે મૂત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય તે કિડની ફેલ્યર થવાની શક્યતા વધારે રહે છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૪ પાના નં. - ૧૧)
-
કિડની ના રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી ?
દર્દી ની તકલીફને ધ્યાન માં લઈ કઈ તપાસ કરાવવી તે ડોકટર નક્કી કરે છે. પેશાબની તપાસ, લોહીની ક્રીએટીનીન ની તપાસ અને કિડનીની સોનોગ્રાફી કિડનીના રોગોમાં સૌથી વધુ માહિતી આપતી પ્રાથમિક તપાસ છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૪ પાના નં. - ૧૧)
-
કિડની કેટલી કામ કરે છે તે જાણવા માટે કઈ તપાસ કરાવવી ?
લોહીની ક્રીએટીનીન અને યુરિયા ની તપાસ કિડની ની કાર્ય ક્ષમતા વિશે પ્રાથમિક માહિતી આપતી તપાસ છે. બન્ને કિડની જેમ વધુ બગડે તેમ લોહીમાં યુરિયા અને ક્રીએટીનીન નું પ્રમાણ વધતું જાય છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૪ પાના નં. - ૧૨)
-
કિડની બાયોપ્સીની જરૂરિયાત ક્યારે પડે છે ?
કિડનીના કેટલાક રોગો કે જેમાં પેશાબમાં પ્રોટીન જતું હોય કે કિડની ઓછુ કામ કરતી હોય ત્યારે ઘણી વખત આ રોગો થવાના કારણનું ચોક્કસ નિદાન અન્ય તપાસ દ્વારા શક્ય બનતું નથી. આવા પ્રકારના કિડનીના રોગોના નિદાન માટે કિડની બાયોપ્સી કરવામાં આવે છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૪ પાના નં. - ૧૪)
-
કિડની બાયોપ્સી કઈ રીતે કરવામાં આવે છે ?
કિડની બાયોપ્સી ખાસ પ્રકારની પાતળી સોય ( બાયોપ્સી નીડલ ) ની મદ્દદ થી કરવામાં આવે છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૪ પાના નં. - ૧૫)
-
કિડની ન બગડે તે માટે પ્રત્યેક વ્યક્તિએ શું કાળજી રાખવી જોઈએ ?
-
કિડની ફેલ્યર એટલે શું ?
શરીરમાં કિડની નું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધીકરણ કરવાનું છે. જયારે નુકસાન થવાને કારણે બંને કિડની તેનું સામાન્ય કાર્ય ન કરી શકે ત્યારે કિડની ની કાર્યક્ષમતા ધટી ગઈ છે અથવા તો કિડની ફેલ્યર છે તેમ કહી શકાય.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૮ પાના નં. - ૩૫)
-
કિડની ફેલ્યર માં એક કિડની બગડે કે બન્ને ?
બંને. સામાન્ય રીતે કોઈ દર્દીની એક કિડની સાવ બગડી જાય તોપણ દર્દીને કોઈ તકલીફ હોતી નથી અને લોહીમાં ક્રીએટીનીનની અને યુરિયાની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી.જયારે બંને કિડની બગડે ત્યારે જ લોહીમાંનો કચરો શરીરમાંથી નીકળી શકતો નથી,જેથી લોહીની તપાસમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધે છે અને કિડની ફેલ્યર નું નિદાન થાય છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૬ પાના નં. - ૨૩)
-
એક કિડની બગડવાથી કિડની ફેલ્યર થઈ શકે ?
ના.જો કોઈ વ્યક્તિ ની બેમાંથી એક કિડની નુકસાન પામે કે કાઢી નાખવામાં આવે તો પણ બીજી કિડની પોતાની કાર્યક્ષમતા માં વધારો કરી શરીરનું કાર્ય સંપૂર્ણ રીતે રાબેતા મુજબ ચલાવી શકે છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૮ પાના નં. - ૩૫)
-
કિડની ફેલ્યર ના મુખ્ય બે પ્રકાર એક્યુટ અને ક્રોનિક કિડની ફેલ્યર કઈ રીતે
અલગ છે ?
એક્યુટ કિડની ફેલ્યર માં બંને કિડનીઓં કેટલાક રોગને કારણે નુકસાન પામી ટૂંકા સમય માટે કામ કરવાનું બંધ કરી દે છે. વહેલાસરની યોગ્ય સારવાર વડે થોડા સમયમાં આ કિડની ફરીથી સંપૂર્ણપણે કામ કરતી થઈ શકે છે. જયારે ક્રોનિક કિડની ફેલ્યર માં કેટલાક રોગોને કારણે ધીરે ધીરે મહિના કે વર્ષોમાં બંને કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ બંને કિડની કાર્ય કરવાનું બંધ કરી દે છે. હાલ આ પ્રકારનો રોગ મટી શકે તેવી કોઈ દવા ઉપલબ્ધ નથી.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૮ પાના નં. - ૩૫-૩૬)
-
ક્રોનિક કિડની ફેલ્યર શું છે ?
આ પ્રકારના કિડની ફેલ્યર માં કિડની બગડવાની પ્રકિયા અત્યંત ધીમી હોય છે કે જે મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. લાંબા સમય બાદ મોટા ભાગના દર્દીઓમાં બંને કિડની સંકોચાઈ ને સાવ નાની થઈ કાયમ માટે કામ કરતી બંધ થઈ જાય છે કે જે કોઈ પણ દવા કે ડાયાલિસિસ દ્વારા ફરી સુધરી શકતી નથી.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૧૦ પાના નં. - ૪૨)
-
ક્રોનિક કિડની ફેલ્યર ના મુખ્ય કારણો ક્યા છે ?
કોઈ પણ ઉપાયથી ન સુધરી શકે તે રીતે બંને કિડની બગડવાના મુખ્ય કારણો આ મુજબ છે.
ડાયાબિટીસ, લોહીનું ઊંધું દબાણ, ક્રોનિક ગ્લોમેરુંલોનેફ્રાંઈટિસ, પોલીસીસ્ટિક કિડની ડીસીઝ, પથરીની બીમારી, લાંબા સમય માટે લેવામાં આવેલી દર્દશામક દવાઓ,
બાળકોમાં જન્મજાત મૂત્રમાર્ગની ખામીઓ વગેરે છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૧૦ પાના નં. - ૪૩)
-
ક્રોનિક કિડની ડીસીઝ ના લક્ષણો કયાં છે ?
ક્રોનિક કિડની ડીસીઝ ના જુદા જુદા દર્દી ઓમાં કિડની કાર્યક્ષમતા મુજબ અલગ અલગ ચિહનો જોવા મળે છે. ક્રોનિક કિડની ફેલ્યરની શરૂઆતમાં સામાન્ય રીતે મોટા ભાગના દર્દીઓમાં કોઈ ફરિયાદ હોતી નથી. મોટા ભાગે મેડિકલ ચેક-અપ દરમ્યાન આકસ્મિક રીતે આ રોગનું નિદાન થાય છે. કિડની ની કાર્યક્ષમતામાં વધુ ઘટાડો થાય ત્યારે અશક્તિ,સોજા, લોહીનું વધુ દબાણ, લોહીમાં ફિક્કાશ, રાત્રિના પેશાબના પ્રમાણમાં વધારો વગેરે ચિહનો જોવા મળે છે કિડનીની કાર્યક્ષમતા જયારે ૮૦% કરતા વધુ ઓછી થઈ જાય, મતલબ કે અંતિમ તબક્કાના ચિહનો ઊલટી-ઊબકા થાય, થોડું કામ કરતાં થાકી જવાય, શ્વાસ ચડે, લોહીમાં ફિક્કાશ ( એનેમિયા ), લોહીની ઊલટી થાય, દર્દી ઘેન માં રહે,આચકી આવે અને દર્દી બેભાન થઈ જાય વગેરે છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૧૧ પાના નં. - ૪૪-૪૫)
-
ક્રોનિક કિડની ફેલ્યર નું નિદાન કઈ રીતે થાય ?
ક્રોનિક કિડની ફેલ્યર ના નિદાન માટે તપાસમાં સૌથી મહત્વની તપાસ તે લોહીમાં હિમોગ્લોબીન માં ઘટાડો, પેશાબમાં પ્રોટીન જવું, લોહીની તપાસમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ વધવું અને સોનોગ્રાફીમાં બંને કિડની સંકોચાયેલી જોવા મળવી તે છે.
(વધુ
માહિતી:- ચેપ્ટર-૧૧ પાના નં. - ૪૬)
- ક્રોનિક કિડની ફેલ્યર ની દવા-પરેજી દ્વારા સારવાર કઈ રીતે કરવામાં આવે છે ?
ક્રોનિક કિડની ફેલ્યર ની દવા દ્વારા સારવારની મહત્વની બાબતો નીચે મુજબ છે.
કિડની ફેલ્યર ના કારણો ની સારવાર જેમકે ડાયાબીટીસ તથા બ્લડપ્રેસરની યોગ્ય સારવાર વગેરે.
કિડનીની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે ની સારવાર જેમકે શરીરમાં પ્રવાહીની માત્રા યોગ્ય પ્રમાણમાં જાળવવી વગેરે.
કિડની ફેલ્યરને કારણે ઉભા થતા પ્રશ્નોની સારવાર જેમકે લોહીના દબાણને કાબુમાં રાખવું સોજા ઘટાડવા માટે પેશાબ વધારવાની દવાઓ આપવી, ઊલટી-ઊબકા-એસીડીટી માટે ખાસ દવાઓ દ્વારા સારવાર વગેરે.
કિડનીને થતું વધુ નુકસાન અટકાવવું. ( કિડનીને નુકસાન કરે તેવી દવાઓ કે આયુવૈદિક ભસ્મ ન લેવી,
ધુમ્રપાન ન કરવું તમાકુ, ગુટકા તથા દારૂ ન લેવા,ખોરાક માં પરેજી રાખવી વગેરે ).
(વધુ
માહિતી:- ચેપ્ટર-૧૨ પાના નં. - ૫૧-૫૨)
- શું ક્રોનિક કિડની ડીસીઝ દવાથી મટી જાય ?
ક્રોનિક કિડની ફેલ્યર ને મટાડી શકે તેવી કોઈ પણ દવા ઉપલબ્ધ નથી. કોઈ પણ સારવાર છતાં આ રોગ ધીમે ધીમે વધતો જાય છે. દવા તથા પરેજી દ્વારા સારવારના ફાયદાઓ નીચે મુજબ છે.
રોગને કારણે દર્દીને થતી તકલીફમાં રાહત આપવી.
કિડનીની બચેલી કાર્યક્ષમતા જાળવી રાખી કિડની બગડવાની ઝડપ ઘટાડવી.
ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે તે તબક્કો શક્ય એટલો મોડો થાય તે માટે પ્રયત્નો કરવા.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૨ પાના નં.- ૫૦)
- ક્રોનિક કિડની ડીસીઝ માં દવા દ્વારા સારવાર માં કઈ સારવાર સૌથી વધુ મહત્વ ની છે ?
ક્રોનિક કિડની ફેલ્યરની દવા દ્વારા સારવાર માં લોહીના દબાણ ને હમેશા માટે યોગ્ય રીતે કાબુમાં રાખવું તે સૌથી વધુ અગત્યનું છે. ક્રોનિક કિડની ફેલ્યરમાં મોટા ભાગના દર્દીઓમાં લોહીનું ઊચું દબાણ જોવા મળે છે, જે નબળી કિડનીને બોજારૂપે બની તેને વધુ ઝડપથી નુકસાન કરી શકે છે. (વધુ માહિતી:- ચેપ્ટર-૨૭ પાના નં.- ૧૬૪)
- ક્રોનિક કિડની ફેલ્યર ના દર્દીઓને ખોરાકમાં શું કાળજી રાખવી જોઈએ ?
ડોકટર દરેક દર્દી ની તબિયત અને તપાસના અલગ અલગ તમામ પાસાને ધ્યાનમાં લઇ ખોરાક માં પરેજી અને પસંદગી વિશે સૂચના આપે છે.
કિડની ફેલ્યર ના મોટા ભાગના દર્દીઓને ખોરાકમાં નીચે મુજબની સલાહ સામાન્ય રીતે આપવામાં આવે છે.
સોજા ઘટાડવા પ્રવાહી ઓછી માત્રામાં લેવું.
ખોરાકમાં સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ ઓછુ લેવું.
પ્રોટીનનું પ્રમાણ વધારે ન લેવું અને કાર્બોહાઈડ્રેટ પૂરતા પ્રમાણમાં લેવું.
(વધુ માહિતી:- ચેપ્ટર-૨૭ પાના નં.- ૫૨)
- કિડની ફેલ્યરના દર્દીઓએ પ્રવાહી લેવામાં કાળજી રાખવી શા માટે જરૂરી છે ?
કિડનીની કાર્યક્ષમતા ઘટવા સાથે દર્દીને થતા પેશાબના પ્રમાણમાં પણ સામાન્ય રીતે ઘટાડો થતો જોવા મળે છે. આ તબક્કે જો પ્રવાહી છુટથી લેવામાં આવે તો શરીરમાં પ્રવાહી વધી જતા સોજા-શ્વાસની તકલીફ થઈ શકે છે. જે વધુ વધે તો જીવલેણ પણ બની શકે છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૨૭ પાના નં.- ૧૬૪)
- કયાં ખોરાકમાં મીઠું ( સોડિયમ ) વધુ વધારે હોય છે ?
- કયાં ખોરાકમાં પોટેશિયમ વધારે હોય છે ?
- કિડની ફેલ્યરના દર્દીઓને સામાન્ય રીતે ખોરાકમાં ઓછુ પોટેશિયમ લેવાની સલાહ શા માટે આપવામાં આવે છે ?
કિડની ફેલ્યરના દર્દીઓમાં લોહીમાં પોટેશિયમ વધવાનો ભય રહે છે. લોહીમાં પોટેશિયમનું વધારે પ્રમાણ હદય અને શરીરમાં સ્નાયુઓની કાર્યક્ષમતા પર ગંભીર આડ અસર કરી શકે છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૨૭ પાના નં.- ૧૬૮)
- ક્રોનિક કિડની ફેલ્યર માં હિમોગ્લોબીન ઘટે તેની સારવાર શું છે ?
આ માટે જરૂરી લોહ અને વિટામીન ધરાવતી દવાઓ આપવામાં આવે છે. કિડની વધુ બગડે ત્યારે આ દવાઓ છતાં હિમોગ્લોબીનમાં ઘટાડો જોવા મળે છે. આ તબક્કે ખાસ જાતના એરીથ્રોપોએટીનના ઇન્જેકશનો આપવામાં આવે છે. (વધુ માહિતી:- ચેપ્ટર-૧૨ પાના નં.- ૫૫)
- ક્રોનિક કિડની ડીસીઝ માં ડાયાલિસિસ ની જરૂરિયાત ક્યારે પડે છે ?
કિડની ની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થાય કે કિડની સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઈ જાય ત્યારે દવા દ્વારા થતી સારવાર અસરકારક રહેતી નથી અને રોગના ચિહનો ( ઊલટી,ઊબકા, નબળાઈ,શ્વાસ વગેરે ) વધતા જાય છે. આ તબક્કે ડાયાલિસિસ ની જરૂર પડે છે. સામાન્ય રીતે લોહીની તપાસમાં સીરમ ક્રિએટીનીનનું પ્રમાણ ૮ મી.ગ્રા. % કરતાં વધે ત્યારે ડાયાલિસિસ શરૂ કરવામાં આવે છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૩ પાના નં.- ૫૭)
- શું એક વખત ડાયાલિસિસ કરાવવાથી વારંવાર ડાયાલિસિસ કરાવવું પડે ?
કેટલી વખત ડાયાલિસિસ કરાવવાની જરૂર છે તે કિડની ફેલ્યરના પ્રકાર પર આધારિત છે.
એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં થોડા ડાયાલિસિસ બાદ કિડની ફરીથી સંપૂર્ણ રીતે કામ કરતી થઈ જાય છે અને ફરી ડાયાલિસિસ કરાવવાની જરૂર રહેતી નથી. આવા દર્દીઓમાં ખોટી માન્યતાને કારણે ડાયાલિસિસ કરાવવામાં વિલંબ થાય તો દર્દી મૃત્યુ પામે તેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ શકે છે. ક્રોનિક કિડની ફેલ્યરના અંતિમ તબક્કામાં નિયમિત ડાયાલિસિસ તબિયત સારી જાળવવા માટે અનિવાર્ય છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૩ પાના નં.- ૫૭)
- ડાયાલિસિસ એટલે શું અને તેના પ્રકારો કયાં છે ?
કિડની કામ કરતી હોય ન હોય તેવા સંજોગોમાં કિડની ના કામના વિકલ્પ તરીકે વપરાતી કૃત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે.
ડાયાલિસિસ બે પ્રકારના છે હિમોડાયાલિસિસ અને પેરિટોનીયલ ડાયાલિસિસ.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૩ પાના નં.- ૫૭)
- હિમોડાયાલિસિસ કઈ રીતે થાય ?
આ પ્રકારના ડાયાલિસિસમાં હિમોડાયાલિસિસ મશીન ની મદદ વડે કૃત્રિમ કિડની ( ડાયાલાઈઝર ) માં લોહી નું શુદ્ધિકરણ કરવાંમાં આવે છે. (વધુ માહિતી:- ચેપ્ટર-૧૩ પાના નં.- ૬૦)
- હિમોડાયાલિસિસ માટે જરૂરી એ.વી. ફીસ્ચ્યુલા શું છે ?
લાંબા ગાળાના હિમોડાયાલિસિસમાં શરીરમાંથી શુદ્ધિકરણ માટે લોહી મેળવવા માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ તે એ.વી. ફીસ્ચ્યુલા છે. (વધુ માહિતી:- ચેપ્ટર-૧૩ પાના નં.- ૬૦)
- સી.એ.પી.ડી એટલે શું ?
સી - કન્ટીન્યુઅસ- કે જેમાં ડાયાલિસિસની પ્રક્રિયા સતત ચાલુ રહે છે.
એ - એમ્બ્યુલેટરી- જે દરમ્યાન દર્દી હરીફરી અને સામાન્ય કામ કરી શકે છે.
પી.ડી. - પેરીટોનીયલ ડાયાલિસિસની આ પ્રક્રિયા છે.
સી.એ.પી.ડી. એ દર્દી પોતાની મેળે ઘરે, મશીન વગર કરી શકે એવા પ્રકારનું ડાયાલિસિસ છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૩ પાના નં.- ૬૦)
- સી.એ.પી.ડી કઈ રીતે થાય ?
આ પ્રકારનું ડાયાલિસિસ દર્દી પોતાની મેળે મશીન વગર ઘરે કરી શકે છે. સી.એ.પી.ડી માં ખાસ જાતનું નરમ, ઘણા છીદ્રો ધરાવતું કેથેટર નાના ઓપરેશન દ્વારા પેટમાં મુકવામાં આવે છે. આ કેથેટર દ્વારા પી.ડી. ફ્લ્યુડ પેટમાં દાખલ કરવામાં આવે છે. આ પ્રવાહી કેટલાક કલાકો બાદ બહાર કાઢવામાં આવે ત્યારે તેની સાથે શરીરમાંનો બિનજરૂરી કચરો અને પ્રવાહી પણ બહાર નીકળી જાય છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૩ પાના નં.- ૭૩)
- કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ની જરૂર કયારે પડે ?
ક્રોનિક કિડની ફેલ્યરના દર્દી જયારે વધુ કિડની બગડવાથી એન્ડ સ્ટેજ કિડની ફેલ્યર ના તબક્કે પહોચે ( કિડની ૮૫% કરતાં વધુ બગડી જાય ) ત્યારે નવી કિડની બેસાડવાની અથવા નિયમિત ડાયાલિસિસ કરાવવાની જરૂર પડે છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૪ પાના નં.- ૭૭)
- કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માં કોણ કિડની આપી શકે ?
સામાન્ય રીતે ૧૮ થી ૫૫ વર્ષના દાતા પાસેથી કિડની મેળવવામાં આવે છે.પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને કિડની આપી શકે છે. દર્દીના માતાપિતા કે ભાઈ-બહેનને સામાન્ય રીતે દાતા તરીકે પસંદ કરવામાં આવે છે. કુટુંબમાંથી કિડની મળી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં (વધુ માહિતી:- ચેપ્ટર-૧૪ પાના નં.- ૭૯)
- કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ના ફાયદા કયાં છે ?
સફળતાપૂર્વક કિડની
ટ્રાન્સપ્લાન્ટેશનના મુખ્ય ફાયદાઓ
જીવનની ઉચ્ચ ગુણવતા, ડાયાલિસિસના બંધનથી મુક્તિ અને ખોરાકમાં ઓછી પરેજી રાખવી પડે તે છે
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૪ પાના નં.- ૭૭)
- કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ શું કોઈ કાળજી જરૂરી છે ?
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ નિયમિત પણે આ જીવન દવા લેવી, ચેપ ન લાગે તે માટે કાળજી રાખવી અને નેફોલોજીસ્ટ ની સલાહ મુજબ લેબોરેટરી ની તપાસ કરાવવી અને તબિયત બતાવવી અત્યંત આવશ્યક છે. (વધુ માહિતી:- ચેપ્ટર-૧૪ પાના નં.- ૮૧)
- કેડેવર કિડન ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું ?
'' બ્રેઈન ડેથ - મગજ મૃત્યુ '' થયું હોય તેવી વ્યક્તિના શરીરમાંથી તંદુરસ્ત કિડની મેળવી, કિડની ફેલ્યરના દર્દીમાં પ્રતિરોપણ કરવામાં આવે તે માટેના ઓપરેશન ને કેડેવર
ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે. (વધુ માહિતી:- ચેપ્ટર-૧૪ પાના નં.- ૮૫)
-
બ્રેઈન ડેથ એટલે શું ?
સામાન્ય સમજણ મુજબ મૃત્યુ એટલે હૃદય બંધ થઈ જવું. બ્રેઈન ડેથ - મગજ મૃત્યુ એ તબીબો દ્વારા કરવામાં આવતું નિદાન છે. ગંભીર નુકસાનને કારણે મગજ સુધરી ન શકે તે રીતે સંપૂર્ણપણે કાર્ય કરતું બંધ થયું હોય તેવા દર્દીઓમાં ઘનિષ્ટ સારવારની મદદથી શ્વાસ અને હદય ચાલુ હોય છે અને શરીરમાં બધે લોહી પૂરતા પ્રમાણમાં પહોચતું હોય છે. આ પ્રકારના મૃત્યુને '' બ્રેઈન ડેથ ( મગજ મૃત્યુ ) '' કહે છે . (વધુ માહિતી:- ચેપ્ટર-૧૪ પાના નં.- ૮૬)
- ડાયાબિટીસને કારણે થતા કિડની ફેલ્યર વિશે દરેક દર્દી અને વ્યક્તિ એ શા માટે જાણવું જોઈએ ?
ન સુધરી શકે તે રીતે કિડની બગડવાના જુદા જુદા કારણોમાં સૌથી વધુ જોવા મળતું અને મહત્વનું કારણ ડાયાબિટીસ છે.
ડાયાલિસિસની જરૂર પડે તેવા ક્રોનિક કિડની ફેલ્યરના ૧૦૦ દર્દીઓમાંથી ૩૫ થી ૪૦ દર્દીઓમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ છે. આ કારણસર યોગ્ય જાણકારી દ્વારા ડાયાબિટીસ નાં દર્દીઓમાં કિડની પર થતી અસરનું વહેલું નિદાન, અટકવાના ઉપાય અને યોગ્ય સારવાર જરૂરી છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૫ પાના નં.- ૯૧)
- ડાયાબિટીસમાં કિડની બગડવાની શક્યતા કેટલી રહે છે ?
ટાઈપ - ૧ અથવા ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ
પ્રકારના ડાયાબિટીસમાં ખૂબ જ વધારે એટલે કે ૩૦% - ૩૫% દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા રહે છે. જયારે
ટાઈપ - ૨ અથવા નોન ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ
પ્રકારના ડાયાબિટીસમાં 10% થી ૪૦% દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા રહે છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૫ પાના નં.- ૯૧)
- ડાયાબિટીસ થી કિડની ને નુકસાન થતું હોય તે તેના ચિહનો ક્યાં છે ?
ડાયાબિટીસ ની કિડની પર અસર સૂચવતા ચિહનો પેશાબમાં પ્રોટીન જવું, લોહીનું દબાણ વધવું, સોજા આવવા, ડાયાબિટીસ નો વધુ સારો કાબુ હોવો અથવા લોહીમાં ખાંડ ઘટી જવી વગેરે છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૫ પાના નં.- ૯૩)
- કિડની પર ડાયાબિટીસની અસરનું વહેલું નિદાન કઈ રીતે થઈ શકે ?
આ માટે ની શ્રેષ્ઠ પદ્ધતિ પેશાબમાં માંઈક્રોઆલ્બ્યુંમિન્યુંરિયાની તપાસ છે.
નિદાન માટે બીજા નંબરની સરળ પદ્ધતિ તે દર ત્રણ મહિને લોહીનું દબાણ મપાવવું અને પેશાબમાં આલ્બ્યુંમિન્યુંરિયાની તપાસ કરાવવી તે છે. લોહીના દબાણમાં વધારો અને પેશાબમાં પ્રોટીનની હાજરી ડાયાબિટીસની કિડની પર અસર સૂચવે છે આ બિનખર્ચાળ, સરળ, બધે ઉપલબ્ધ એવી પદ્ધતિથી કોઈ પણ ચિહનો ન હોય તે તબક્કે કિડની પર ડાયાબિટીસની અસરનું નિદાન થઈ શકે છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૫ પાના નં.- ૯૫)
-
ડાયાબિટીસ ને કારણે કિડની ન બગડે તે માટે શું કાળજી લેવી જોઈએ ?
ડાયાબિટીસ કિડની પર અસર અટકાવવા માટે ડોકટર પાસે નિયમિત ચેકઅપ, ડાયાબિટીસ તથા લોહીના દબાણનો યોગ્ય કાબૂ અને કિડની પર અસર ના વહેલા નિદાન માટે યોગ્ય તપાસ જરૂરી છે.
(વધુ માહિતી:- ચેપ્ટર-૧૫ પાના નં.- ૯૪)
- ડાયાબિટીસ ને કારણે કિડની બગડતી હોય તો શું સારવાર જરૂરી છે ?
આ માટે લોહીના દબાણ અને ડાયાબિટીસનો યોગ્ય દવા દ્વારા કાબૂ અને અન્ય જરૂરી દવા, કાળજી તથા પરેજી જરૂરી છે. (વધુ માહિતી:- ચેપ્ટર-૧૫ પાના નં.- ૯૫)
- વારસાગત કિડનીનો રોગ પોલીસીસ્ટિક કિડની ડીસીઝ ( પી.કે.ડી. ) કોને થઈ શકે ?
પુખ્તવયે જોવા મળતો પી.કે.ડી. રોગ ઓટોઝોમલ ડોમીનન્ટ પ્રકારનો વારસાગત રોગ છે. જેમાં દર્દીના ૫૦% એટલે કે કુલ સંતાનોમાંથી અર્ધા સંતાનોને આ રોગ થવાની શક્યતા રહે છે. (વધુ માહિતી:- ચેપ્ટર-૧૬ પાના નં.- ૯૭)
- વારસાગત રોગ પી.કે.ડી. માં કિડની પર શું અસર થાય છે ?
પી.કે.ડી. રોગમાં બન્ને કિડની માં ફુગ્ગા કે પરપોટા સાથે સરખાવી શકાય તેવા અસંખ્ય સિસ્ટ હોય છે. સમય સાથે આવા સિસ્ટનું કદ વધતું જાય છે, જેને લીધે લોહીના દબાણમાં વધારો અને કિડનીની કાર્યક્ષમતામાં ક્રમશ: ઘટાડો જોવા મળે છે. (વધુ માહિતી:- ચેપ્ટર-૧૬ પાના નં.- ૯૮)
- પી.કે.ડી. નું નિદાન કઈ રીતે થાય ?
સોનોગ્રાફીની મદદથી પી.કે.ડી.નું નિદાન સરળ રીતે, ઓછા ખર્ચે પણ ચોક્કસપણે કરી શકાય છે. (વધુ માહિતી:- ચેપ્ટર-૧૬ પાના નં.- ૯૯)
- એકજ કિડની હોય તેવી વ્યક્તિને કઈ તકલીફ પડે છે ?
એક જ કિડની ધરાવતી વ્યક્તિને રોજિંદા જીવનમાં, શ્રમ પડે તેવા કામમાં કે જાતીય જીવનમાં કોઈ જ જાતની તકલીફ પડતી નથી. (વધુ માહિતી:- ચેપ્ટર - ૧૭ પાના નં.- ૧૦૨)
- એક જ કિડની હોય ત્યારે કઈ કાળજી રાખવી જરૂરી છે ?
એક જ કિડની હોય ત્યારે પાણી વધારે પીવું, કિડનીને ઈજા થઈ શકે તેવી રમતોમાં ભાગ ન લેવો, દર વર્ષે એક વખત ડોકટરને બતાવી તપાસ કરાવવી,
કોઈ પણ ઓપરેશન પહેલા એક જ કિડની છે તે બાબતની ડોકટરને જાણ કરવી જરૂરી છે. (વધુ માહિતી:- ચેપ્ટર - ૧૭ પાના નં.- ૧૦૪)
- પેશાબ બળે તો તેનું કારણ શું હોય શકે ?
- બાળકોમાં પેશાબના ચેપનું સમયસરનું નિદાન અને સારવાર શા માટે જરૂરી છે ?
બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની જો સમયસર, યોગ્ય સારવાર કરવામાં ન આવે તો કિડનીને કાયમ માટે નુકસાન થઈ શકે છે. આથી મૂત્રમાર્ગના ચેપનો પ્રશ્ન બાળકો વધુ કાળજી માગી લે છે. (વધુ માહિતી:- ચેપ્ટર - ૧૯ પાના નં.- ૧૧૧)
- બાળકોમાં પેશાબના ચેપ થવાનું કારણ નક્કી કરવું શા માટે જરૂરી છે ?
પેશાબનો ચેપ થયો હોય તેવા બાળકોમાંથી ૫૦% બાળકોમાં તે માટે મૂત્રમાર્ગની રચનામાં ખામી-જન્મજાત ખોડ જવાબદાર હોય છે. આ કારણોના યોગ્ય નિદાન અને સારવાર કે ઓપરેશન વગર મૂત્રમાર્ગનો ચેપ કાબૂમાં આવતો નથી.
(વધુ માહિતી:- ચેપ્ટર - ૨૫ પાના નં.- ૧૫૧)
- બાળકોમાં પેશાબનો ચેપ થવાનું કારણ નક્કી કરવા કઈ તપાસ કરવામાં આવે છે ?
- બાળકોમાં મૂત્રમાર્ગ માં ચેપ ના કારણ માટે કરવામાં આવતી એમ.સી.યુ. તપાસ શું છે ?
આ તપાસમાં ખાસ જાતના આયોડિનયુક્ત પ્રવાહીને મૂત્રાશયમાં ભરવામાં આવે છે અને ત્યાર બાદ પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન મૂત્રાશય અને મૂત્રનલિકાના એકક્ષ-રે પાડવામાં આવે છે. (વધુ માહિતી:- ચેપ્ટર - ૨૫ પાના નં.-૧૫૧)
- બાળકોમાં પેશાબના ચેપ માટે સૌથી વધુ જવાબદાર રોગ વી.યુ.આર. માં શું થાય છે ?
જન્મજાત રોગ વી.યુ.આર માં પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન પેશાબ ઊંઘી તરફ મૂત્રાશયમાંથી એક અથવા બંને મૂત્રવાહિની તરફ જાય છે.
(વધુ માહિતી:- ચેપ્ટર - ૨૫ પાના નં.- ૧૫૭)
- વી.યુ.આર. નું નિદાન કઈ રીતે થાય છે ?
- વી.યુ.આર. ની સારવાર કઈ રીતે થાય છે ?
વી.યુ.આર. ની સારવાર રોગના ચિહનો, તેની માત્રા તથા બાળકોની ઉંમરને ધ્યાનમાં લઇ નક્કી કરવામાં આવે છે. ઓછા ગંભીર પ્રકારની તકલીફમાં જરૂરી દવા આપવામાં આવે છે. જયારે વી.યુ.આર. ની તકલીફ વધુ ગંભીર પ્રકારની હોય ત્યારે ઓપરેશનની જરૂર પડે છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૫ પાના નં.-૧૫૭)
-
પેટનો દુઃખાવો પથરીને કારણે હોય તેના કયાં લક્ષણો છે
?
પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યાં પ્રકારની છે તેના પર આધાર રાખે છે. પથરીનો દુઃખાવો એકાએક શરૂ થાય છે. આ દુઃખાવો ધોળા દિવસે તારા દેખાડી દે તેવો સખત અને અસહ્ય હોય છે.પથરીમાં દુઃખાવો સાથે ઘણા દર્દીઓમાં ઊલટી-ઊબકા, પેશાબમાં લોહી, પેશાબમાં બળતરા વગેરે તકલીફો જોવા મળે છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૦ પાના નં.-૧૧૭)
- શું પથરી ને લીધે કિડની બગડી શકે છે ?
હા. કેટલાક દર્દીને પથરી ને લીધે મૂત્રમાર્ગમાં અડચણ ઉભી થાય છે અને કિડની ફુલીજાય છે. જો આ પથરીની યોગ્ય, સમયસર સારવાર કરવામાં ન આવે તો લાંબા ગાળે ફૂલી ગયેલી કિડની ધીમે ધીમે નબળી પડે છે અને છેવટે સાવ કામ કરતી બંધ થઈ જાય છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૦ પાના નં.-૧૧૮)
- મૂત્રમાર્ગમાં પથરી ની સારવાર કઈ રીતે કરવામાં આવે છે ?
મૂત્રમાર્ગમાં પથરી માટે કઈ સારવાર જરૂરી છે તે પથરીના કદ, પથરીનું સ્થાન તેને કારણે થતી તકલીફ અને જોખમોને ધ્યાનમાં લઇ નક્કી કરવામાં આવે છે. આ સારવાર નાં બે મુખ્ય પ્રકાર છે. દવા દ્વારા સારવાર અને મૂત્રમાર્ગમાંથી પથરી કાઢવાની ખાસ પ્રકારની સારવાર ( ઓપરેશન, દૂરબીન, લીથોટ્રીપ્સી વગેરે ). (વધુ માહિતી:- ચેપ્ટર ૨૦ પાના નં.-૧૧૯)
- શું એકવાર પથરી નીકળી જાય કે કાઢી નાખવામાં આવે તો ફરી થઈ શકે છે ?
એક વાર જે દર્દીને પથરી થઈ હોય તેને ફરી પથરી થવાની શક્યતા ૮૦% જેટલી છે, તેથી દર્દીએ સજાગ રહેવું જરૂરી છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૦ પાના નં.-૧૨૩)
-
પથરી મોટી ન થાય કે નીકળી ગયા બાદ ફરી ન થાય તે માટે શું કાળજી રાખવી જોઈએ ?
પથરી વધતી કે થતી અટકાવવા પ્રવાહી વધારે લેવું. ખોરાકમાં જરૂરી પરેજી રાખવી અને ડોકટર ની સૂચના મુજબ દવા લેવી જરૂરી છે.
(વધુ માહિતી:- ચેપ્ટર ૨૦ પાના નં.-૧૨૩)
- મોટી ઉમરના પુરુષોને પેશાબ ઉતારવામાં તકલીફ પડવાનું મુખ્ય કારણ શું છે ?
બીનાઇન પ્રોસ્ટેટિક હાઈપરટ્રોફી ( બી.પી.એચ. ) મોટી ઉમરના પુરુષોમાં પેશાબ ઉતારવામાં તકલીફ પડવાનું મુખ્ય કારણ છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૧ પાના નં.-૧૨૬)
- બી.પી.એચનું નિદાન કઈ રીતે કરવામાં આવે છે ?
- બી.પી.એચ ની સારવાર કઈ રીતે કરવામાં આવે છે ?
મોટા ભાગના દર્દીઓમાં શરૂઆતમાં તબક્કામાં સારવાર દવા દ્વારા થાય છે. પ્રશ્ન બહુ વધે ત્યારે દૂરબીન દ્વારા ઓપરેશન ( ટી.યુ.આર.પી. ) જરૂરી બંને છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૧ પાના નં.-૧૩૦)
-
દવાઓને કારણે કિડની બગડવાનું જોખમ ક્યારે વધારે રહે છે ?
જયારે ડોકટર ની દેખરેખ વગર, લાંબા સમય માટે દવા લેવામાં આવે ત્યારે અને મોટી ઉંમરે, કિડની ફેલ્યર કે ડાયાબિટીસ હોય તેવી વ્યક્તિ માં દવાને કારણે કિડની બગડવાનું જોખમ વધારે રહે છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૨ પાના નં.-૧૩૪)
- કઈ દવાઓથી કિડની બગડવાનું જોખમ રહે છે ?
દર્દ શામક દવાઓ, એમાંઇનોગ્લાઈકોસાઈડસ ગ્રુપની એન્ટીબાયોટીક, રેડિયોકોન્ટ્રાસ્ટ દવાઓ, ભારે ધાતુઓ ધરાવતી આયુર્વેદિક દવાઓ વગેરે ને કારણે કિડની બગડવાનું જોખમ વધારે રહે છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૨ પાના નં.-૧૩૩)
-
બાળકોમાં વારંવાર સોજા માટે કારણભૂત નેફ્રોટિક સિન્ડ્રોમ કયાં પ્રકારનો કિડનીનો રોગ છે ?
નેફ્રોટિક સિન્ડ્રોમમાં કિડનીના ગળણી જેવા કાણા મોટા થવાથી વધારાના પાણી અને ઉત્સર્ગ પદાર્થો સાથે શરીર માટે જરૂરી પ્રોટીન પણ પેશાબમાં જાય છે. જેથી શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઘટી જાય છે અને સોજા ચડે છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૪ પાના નં.-૧૪૧)
- નેફ્રોટિક સિન્ડ્રોમમાં કિડની સંપૂણપણે કામ કરતી હોવા છતાં બાળકના કુટુંબને શા માટે ચિંતા રહે છે ?
જરૂરી સારવાર બાદ રોગ કાબૂમાં આવી ગયા પછી પણ વારંવાર વર્ષો સુધી આ રોગ ઉથલો મારતો હોવાથી દર્દી અને તેના કુટુંબીજનો માટે આ ચિંતાજનક રોગ છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૪ પાના નં.-૧૪૮)
- નેફ્રોટિક સિન્ડ્રોમ ની સારવાર કઈ રીતે કરવામાં આવે છે ?
નેફ્રોટિક સિન્ડ્રોમ ની સારવાર માટે યોગ્ય દવા, ચેપ ન લાગે તે માટે ની કાળજી અને ખોરાકમાં પરેજી જરૂરી છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૪ પાના નં.-૧૪૪)
- બાળકને રાત્રે પથારીમાં પેશાબ થઈ જવો શું ચિંતાજનક પ્રશ્ન છે ?
બાળક નાનું હોય ત્યારે રાત્રે પથારીમાં પેશાબ થઈ જાય તે સાહજિક છે. પરંતુ ઉમર વધવા છતાં આ પ્રશ્ન ચાલુ રહેવો અને સાથે મૂત્રમાર્ગ નો રોગ દર્શાવતા ચિહનો હોવા તે વધુ તપાસ માગી લે છે. (વધુ માહિતી:- ચેપ્ટર ૨૬ પાના નં.-૧૬૦)
|